Dog Rearing: A Guide for Both Hobby and Business | કુતરાપાલન – શોખ કે વ્યવસાય, બંને માટે માર્ગદર્શન
₹450.00
- By: Dr. Dinesh C Moliya
- ISBN: 9789376861385
- Price: 450/-
- Page: 162
- Size: 5×8
- Category: EDUCATION / General
- Language: Gujarati
- Delivery Time: 07-09 Days
Description
About The Book
કુતરાપાલન એટલે કે કુતરાઓનું પાલન એ માનવજાત સાથે હજારો વર્ષોથી જોડાયેલું એક વિશિષ્ટ સંબંધ છે. શરૂઆતમાં શિકાર, સુરક્ષા અને પશુપાલન માટે ઉપયોગમાં લેવાતા કુતરાઓ આજે ઘરના એક અગત્યના સભ્ય તરીકે માનવામાં આવે છે. કુતરાપાલન માત્ર શોખ પૂરું કરવાનું સાધન નથી, પણ તેનો આરોગ્ય, સંવેદના અને સુરક્ષા સાથે પણ ઊંડો નાતો છે.
કુતરાપાલન એક પ્રેમભર્યું, પરંતુ જવાબદારીભર્યું કાર્ય છે. યોગ્ય જ્ઞાન, સહાનુભૂતિ અને શિસ્ત સાથે જો કુતરાની સેવાકાર્ય કરવામાં આવે, તો તે માનવજીવન માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આજના યુગમાં કુતરાપાલન નક્કીજ રીતે એક વૈજ્ઞાનિક અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ સાથે જોવાની જરૂર છે.
ભારત તથા વિશ્વભરમાં કુતરાપાલન હવે વ્યવસાયિક ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે. ભારતમાં પોલીસે, સેના દ્વારા કોમ્પેન્ડ અને થેરાપી ઘડાઈ રહી છે, તેમજ કમાન્ડ-ટ્રેનિંગનું મહત્વ પણ વધતું જાય છે. ખોરાક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, પરિવહન વ્યવસ્થા, વિવિધ કુતરાનસવોની ઓળખ, તેમનું સન્માન, કાયદાકીય બાબતો, લાયસન્સિંગ, શિષ્ટાચાર, તાલીમ તેમજ વ્યવસાયિક રીતસરની માહિતી – આ તમામ મુદ્દાઓ પર ગુજરાત રાજયના કુતરાપાલકો માટે આ માર્ગદર્શિકમાં વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. “કુતરાપાલન” – શોખ કે વ્યવસાય, બંને માટે માર્ગદર્શન ગુજરાત રાજય ના કુતરાપાલકો માટે પ્રકાશિત કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે. કુતરાપાલન વિષેની તમામ એકત્રિત કરેલી મહિતીયાઓ ને પુસ્તકના રૂપમાં બનાવવા માટે શ્રી કનુભાઈ પટેલ , ડૉ. અજય રાવલ અને ડૉ ભરત ભંડેરી દ્રારા કરવામાં આવેલ અગાધ મહેનત અને પ્રૂફ રીડિંગ માટે કરેલ સહયોગ બદલ લેખકો તેઓનાં આંત:પૂર્વક આભાર માંને છે. પ્રસ્તુત પુસ્તક બદલ કુતરાપાલકોનો અભિપ્રાય અને સૂચનો અમોને ભાવિષ્યમાં ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા સાથે ..
About The Author
ડૉ. દિનેશ સી. મોલિયા હાલમાં કામધેનુ યુનિવર્સિટી હેઠળના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, રાજપુર (નવા), હિંમતનગર ખાતે એલ.પી.એમ. (Livestock Production Management) વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ પશુપાલન ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે.
તેમનો મુખ્ય રસ પશુ વ્યવસ્થાપન, પ્રજનન વ્યવસ્થાપન, પોષણ તથા પાળતુ પ્રાણીઓના વૈજ્ઞાનિક સંભાળ જેવા વિષયોમાં છે. તેઓ વિદ્યાર્થીઓ, પશુપાલકો તથા પાળતુ પ્રાણી પ્રેમીઓને વૈજ્ઞાનિક અને સરળ ભાષામાં માર્ગદર્શન આપવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
“કુતરાપાલન – શોખ કે વ્યવસાય, બંને માટે માર્ગદર્શન” પુસ્તક દ્વારા તેમણે કુતરાપાલન વિષયક જરૂરી, વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી સરળ રીતે રજૂ કરી છે, જે શોખીન પાલકો તેમજ વ્યાવસાયિક ડોગ બ્રીડર્સ માટે ઉપયોગી માર્ગદર્શિકા બની શકે છે.







Reviews
There are no reviews yet.